અમરેલીમાં મૃતદેહ મળવાનો સિલસિલો યથવત રહ્યો છે. આવામાં જિલ્લામાંથી આજે વધુ એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી એક પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. જે કારણે અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. જીજુડા-પલાણીયા વિસ્તારમાંથી પુરૂષનો મૃતદેહ મળી આવવાને કારણે અરેરાટી વ્યાપી ગઈ છે.


સાવરકુંડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી

સાવરકુંડલાના બીડ વિસ્તારમાંથી પુરૂષનો મૃતદેહ મળી આવતા સાવરકુંડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહની ઓળખ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં આ મૃતદેહ સાવરકુંડલાના બાબુભાઈ મોહનભાઈ બુહાનો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ સાવરકુંડલા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો - Amreli: દારૂ પીને ઝઘડો કરતા સગા પુત્રની હત્યા કરીને પિતાએ લાશ દાટી દીધી


  • Follow us on: