અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં કુદરતનો પ્રકોપ યથાવત રહ્યો છે. આજે સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવતા બગસરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોમાં ભારે ફાળ ફાળ પડી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ
બગસરાના ગ્રામ્ય પંથકની વાત કરીએ તો નાના મુંજયાસર, મોટા મુંજયાસર, રફાળા, સાપર અને સુડાવડ સહિતના ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. તેજ પવન અને ગાજવીજ સાથે વરસેલા આ કમોસમી વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વારંવાર બદલાતા હવામાનને કારણે ગ્રામ્ય જનજીવન પ્રભાવિત થયું છે.













