આણંદ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય બાપુના નિર્વાણ દિને તેમની દિવ્ય ચેતનાને ભાવાંજલિ અર્પણ કરી હતી.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ બાપુના સ્વચ્છતા, આત્મનિર્ભરતા અને સામાજિક સમરસતાના મૂલ્યોને આત્મસાત કરીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આજે પણ જ્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત થાય છે ત્યારે ગાંધીજીની સર્વોદય અને સર્વાંગી વિકાસની વિભાવના વધુ પ્રાસંગિક લાગે છે.
વડાપ્રધાનના વિઝીનરી લીડરશીપનો મહત્તમ ફાયદો
ગુજરાત રાજ્યને વડાપ્રધાનના વિઝીનરી લીડરશીપનો મહત્તમ ફાયદો થઇ રહ્યો છે.૨૦૦૩માં શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાતના કારણે આજે ધંધા, રોજગાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુદ્રઢ વ્યવસ્થા ગુજરાતમાં છે. દેશની ૫૦૦ મોટી કંપનીઓમાંથી ૧૦૦થી વધુ કંપનીઓ ગુજરાતમાં છે. વાઇબ્રન્ટએ ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ અપાવ્યું છે.મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આણંદ જિલ્લાનું ખંભાત પતંગ માટે પ્રખ્યાત હતું. વડાપ્રધાનના પતંગોત્સવ કાર્યક્રમની પહેલના કારણે આજે ખંભાત સમગ્ર રાજ્યમાં પતંગના ઉદ્યોગનું કેન્દ્ર બન્યું છે.ગુજરાત ફાયનાશિયલ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ છે. વર્ષ ૨૦૦૫માં શહેરી વિકાસ માટે બજેટ ૫૮૫ કરોડ હતું જે આ વર્ષે વધારીને ૩૦ હાજર કરોડ થયું છે.













