આણંદ જિલ્લાના આંકલાવ પંથકમાં ભ્રષ્ટાચાર અને દબંગાઇના મામલે થયેલા આત્મવિલોપનના પ્રયાસમાં ગંભીર રીતે દાઝેલા ખેડૂત ભરતભાઇ પઢિયારનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનનાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે અને સ્થાનિક પ્રશાસન સામે રોષ જોવા મળી રહ્યો છે.


સરપંચના પરિવાર દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી

મળતી માહિતી પ્રમાણે મૃતક ખેડૂત ભરતભાઇએ ગામના મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સાથે મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી હતી. ખેડૂતનો આક્ષેપ હતો કે સરપંચ અને તેમના પરિવાર દ્વારા સરકારી કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. વધુમાં, ખેડૂતે ફરિયાદમાં જણાવ્યુ હતુ કે આ મામલે રજૂઆત કરતા તેમને મહિલા સરપંચના પરિવારા દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી અને માર મારવામાં આવ્યો હતો.

ન્યાય ન મળતા ભરતભાઇએ આત્યંતિક પગલું ભર્યુ

માનસિક ત્રાસ અને ન્યાય ન મળતા ભરતભાઇએ આત્યંતિક પગલું ભર્યુ હતુ. ઘટનાના જે વીડિયો સામે આવ્યા છે, તેમાં જોવા મળે છે કે ખેડૂતે જાતે જ જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા ખેડૂતને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્ય હતા. પરંતુ લાંબી જહેમત બાદ તેમનો જીવ બચાવી શકાયો નથી.

મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આ મામલે આંકલાવ પોલીસે હવે મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડૂતે મરતા પહેલા આપેલા નિવેદનો અને વિડિયો પુરાવાઓને આધારે મહિલા સરપંચ અને તેમના પરિવારની સંડોવણી અંગે પોલીસ કડક તપાસ કરી રહી છે. ખેડૂતના મોત બાદ પરિવારજનોમાં ભારે શોક અને આક્રોશનો માહોલ છે.

આ પણ વાંચોઃ Kapadvanj: ચીખલોડમાં ભાજપ મહિલા મોરચાનો ખેસ ત્યાગ,મહિલાઓ દ્વારા કરાયો હલ્લાબોલ 


  • Follow us on: