આણંદમાં અકસ્માત બાદ આગથી 2 જીવતા ભડથું થયા હતા અને અંબાવ પાસે પીકઅપ વાન સાથે ટ્રક અથડાતા બ્લાસ્ટ થયો હતો, બ્લાસ્ટ બાદ બન્ને વાહનોમાં લાગી હતી ભીષણ આગ, પીકઅપ વાન બગડતા રસ્તા વચ્ચે રીપેર કરતા હતા અને તે દરમિયાન પાછળથી આવતી ટ્રક ધડાકાભેર અથડાતા બ્લાસ્ટ થયો હતો.
આગ લાગતા 2 લોકો જીવતા ભડથું થઈ ગયા
વાસદ-બોરસદ હાઈવે પર અંબાવ નજીક ટ્રક અને પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં 2 લોકોના મોત થયા છે, પીકઅપ વાન રોડની વચ્ચે બગડી હોવાથી સમારકામ ચાલી રહ્યું હતુ અને ટ્રકે પાછળથી અથડાવતા બ્લાસ્ટ થયો અને બે લોકોના મોત થયા છે, તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બન્ને વાહનો આગમાં બળીને ખાખ થાય હતા.













