આણંદમાં એક માનસિક વિકલાંગ યુવતીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આણંદ શહેરમાં એક માનસિક વિકલાંગ યુવતીએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. જે કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેનું પોસ્ટ મોર્ટમ કરવાનું જણાવવામાં આવતા આ યુવતીના પરિવાર દ્વારા હોસ્પિટલ પરિષરમાં ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.


માનસિક રીતે વિકલાંગ યુવતીએ ઘરે ગળે ફાંસો ખાઈ લીધો

ઘટનાની મળતી માહિતી અનુસાર, આણંદ શહેરમાં એક માનસિક રીતે વિકલાંગ યુવતીએ ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને શંકા જતા યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા બાદ મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

માતા અને પરિવારજનોનો ભારે હોબાળો મચાવ્યો

મૃતકનું પોસ્ટમોર્ટમ નહીં કરાવવા પરિવારે હોસ્પિટલ પરિષરમાં ધમાલ મચાવી હતી. યુવતીની માતા અને પરિવારજનોનો ભારે હોબાળો મચાવ્યો હતો. આમ છતા પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.હોસ્પિટલમાં લોકોનું ટોળું ટોળા ઉમટ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશે. પોલીસ આ મામલે આગળની તપાસ કરી રહી છે.


આ પણ વાંચો - તમારે તો પેન્ડિગ નથીને આ કામો? જો 31 ડિસેમ્બર પહેલા નહીં કરો તો થશે મોટા નુકસાન, જુઓ Video



  • Follow us on: