જેમ જેમ શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, તેમ તેમ રાજ્યમાં ચોરીની ઘટનાઓમાં પણ વધી રહી છે. આવામાં આણંદમાં પણ તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં બે સ્થળો પર ચોરી થવાની ઘટના સામે આવી છે. જે કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


ચોર દુકાનનું તૂટેલું તાળું પણ પોતાની સાથે લઈ ગયો

ઘટનાની મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં દાવલપુરા પાટિયા નજીક આવેલા JSK કોમ્પલેક્ષમાં સ્પોર્ટ્સની દુકાનનું તાળું તોડીને તસ્કર દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ તસ્કર દ્વારા દુકાનનું તાળું તોડી રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. આ સાથે આ ચોર દુકાનનું તૂટેલું તાળું પણ પોતાની સાથે લઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે પેટલાદ પોલીસ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો - Weather News : ગુજરાતમાં 'પૂર્વ'ના પવનોની અસર, લઘુતમ તાપમાન સામાન્ય કરતાં વધુ, પણ સવારના સમયે ઠંડી વર્તાઈ


  • Follow us on: