ખંભાત નગરપાલિકામાં છેલ્લા ત્રણ દિવસથી હડતાલ પર ઉતરેલા સફાઈ કર્મચારીઓએ આજે મર્યાદા ઓળંગી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાતમા પગાર પંચની માંગ સાથે અડગ રહેલા કર્મચારીઓએ પાલિકાની બોર્ડ બેઠક દરમિયાન ભારે હોબાળો મચાવ્યો હતો અને સત્તાપક્ષના સભ્યોને સભાખંડમાં જ કેદ કરી દેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


એકઝિક્યુટીવ ચેરમેને મોબાઇલ ટાવરથી નીતે ઉતર્યા

પાલિકાની બોર્ડ બેઠક ચાલી રહી હતી ત્યારે સફાઈ કર્મીઓએ અચાનક હુમલો કર્યો હોય તેમ સભાખંડના દરવાજા બંધ કરી દીધા હતા. આ હિલચાલને કારણે પાલિકા પ્રમુખ અને અનેક કાઉન્સિલરો અંદર જ કેદ થઈ ગયા હતા. કર્મચારીઓની માંગ હતી કે જ્યાં સુધી સાતમા પગાર પંચનો અમલ કરવાની ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી કોઈને બહાર નીકળવા દેવામાં આવશે નહીં. આ દરમિયાન પોલીસ અને કર્મચારીઓ વચ્ચે પણ ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.

રસ્તા આંતરતા પ્રમુખ અને કાઉન્સિલરો કેદ થયા

આ હોબાળા વચ્ચે એક અજીબ સ્થિતિ સર્જાઈ જ્યારે નગરપાલિકાના એક્ઝિક્યુટિવ ચેરમેન રાજેશભાઈ રાણા કર્મચારીઓના રોષથી બચવા કે વિરોધ દર્શાવવા પોલીસ સ્ટેશન નજીકના મોબાઈલ ટાવર પર ચડી ગયા હતા. આ ઘટનાને પગલે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. જોકે, થોડા સમય બાદ તેઓ સુરક્ષિત રીતે ટાવર પરથી નીચે ઉતરી આવ્યા હતા અને ત્યાંથી નીકળી ગયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: