અંકલેશ્વરના પાનોલીમાં ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી છે, પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, તો અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાની વાત સામે આવી છે, પોલીસે હત્યારાઓને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે, અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.


અંકલેશ્વરના પાનોલીમાં અગાઉના ઝઘડાની રીસ રાખી યુવાનની હત્યા

અંકલેશ્વરના આલુંજ ગામના યુવાનો વચ્ચે થઈ હતી તકરાર અને યુવાનને ધકકો મારી નીચે પાડી દેતા ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું છે, પાનોલી પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે હત્યા પાછળનું કારણ શોધવા માટે પરિજનો તેમજ અન્ય મિત્રોની પણ પૂછપરછ શરૂ કરી છે.

એક મહિના અગાઉ પણ અંકલેશ્વરમાં થઈ હતી હત્યા

અંકલેશ્વરના ગડખોલ ગામે નવા વર્ષની રાત્રીએ પારિવારિક ઝઘડામાં બનેવીએ તેના સાળાની હત્યા કરી હતી. આ ઘટનામાં સાળાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામનો સુનિલ ગામીત તેની પત્નીને લેવા અંકલેશ્વરના ગડખોલ ગામની પ્રમુખ પાર્ક સોસાયટીમાં સાસરીમાં આવ્યો હતો. અહીં તે પત્ની સાથે મારઝૂડ કરતો હતો, જેના કારણે સાળા ભાવિન પંકજ ગામીત અને અન્ય સાસરિયાઓ સાથે તેની માથાકૂટ થઈ હતી.

આ પણ વાંચો : Dwarka News : દ્વારકામાં આવેલા શિવરાજપુર બીચની છેલ્લા 2 વર્ષમાં 13.5 લાખથી વધુ મુલાકાતીઓએ દરિયાકિનારાની માણી સુંદરતા



  • Follow us on: