ગુજરાતમાં ઔદ્યોગિક વિસ્તારમાં આગની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. અંકલેશ્વરની પાનોલી GIDCમાં સલ્ફર મિલ કંપનીમાં અચાનક આગ ભભૂકી હતી. આગ લાગતાં જ કંપનીમાં કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. આગના ધૂમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતાં. એક આખી બિલ્ડિંગમાં જાણો આગ ભભૂકી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં.
અંકલેશ્વરની પાનોલી GIDCમાં આગ
અંકલેશ્વરની પાનોલી GIDCમાં સ્થિત સલ્ફર બનાવતી કંપનીમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાં જ કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને આગને કાબુમા લેવા માટે ફાયરની ટીમે પ્રયાસો હાથ ધર્યા હતાં. આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજી પણ અકબંધ છે.













