વાવ થરાદ જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણ માટે બેઠક મળી હતી.આ બેઠકમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને ટકોર કરી હતી. તેમણે સમાજના લોકોને ભુવાથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, માતાજીના ભુવા પોતાના સ્વાર્થ માટે અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે. તેમના આ નિવેદન બાદ બનાસકાંઠામાં એક ભુવાએ ગેનીબેનને પડકાર ફેંક્યો હતો.
ભુવાજીની ગેનીબેન ઠાકોરને ચીમકી
ગેનીબેનના નિવેદનને લઈને બનાસકાંઠામાં એક ભુવાજીએ તેમને ચીમકી આપી હતી. ભુવાજીએ ગેનીબેનનું નામ લીધા વિના કહ્યું હતું કે,ભુવાઓ પર બોલવાનું બંધ કરો તો સારૂ છે. આ ભુવાજીએ પાંચ હજારથી વધુ બાધાઓ ચાલુ હોવાનો દાવો કર્યો હતો. લોકોના દુઃખ મટાડ્યા હોવાનો પણ તેણે દાવો કર્યો હતો. ભુવાજીએ કહ્યું બધા ધૂણે એ જુઠા નથી હું કાળુ હીરાની બત્રીસીની મેલડી ધૂણુ છું.તમારા ડોક્ટર કે તમારા જેટલા નેતાઓ હોય એમને લાવો અને એ દુઃખ બંધ કરો પાંચ મિનિટ માટે તો મને ખબર પડે. બીજી વખત બોલો તો વિચારીને બોલજો નહિતર જાહેરમાં નામ સાથે બોલીશ. હાલ તો નામ લીધા વિના બોલું છું પણ હવે નામ લઈને ના બોલુ તો હું કાળું ભગતની મેલડી નહીં.













