બનાસકાંઠા જિલ્લાના થરા નજીક કંથેરીયા ગામ પાસે દિયોદર રોડ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માત ટ્રેલર અને બાઇક વચ્ચે સર્જાયો હતો. ટ્રેલર અને બાઇક વચ્ચેની જોરદાર ટક્કરમાં બાઇકચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.


અકસ્માતમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત

મૃતક બાઇકસવાર કાંકરેજ તાલુકાના ડુગરાસણ ગામના હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ થરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા અને ટ્રેલર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: