દિયોદરમાં સગીર વિદ્યાર્થિનીનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ છે. શાળામાં ભણતો યુવક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનો આરોપ લગાવાયો છે. આ મામલે સગીરાના પિતાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


શાળામાં જ ભણતો શખ્સ ભગાડી ગયો

દિયોદરમાં ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. મળેલી માહિતી પ્રમાણે શાળામાં જ અભ્યાસ કરતો યુવક સગીરાને ભગાડી ગયો છે

લગ્ન કરવાના ઇરાદો ભગાડી ગયો હોવાનો આરોપ

યુવક સગીરા ને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાનો આરોપ લગાવીને સગીરા ના પિતાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ તપાસ શરુ

આ મામલે પ્રકાશ ઠાકોર નામના શખ્સ સામે દિયોદર પોલીસ મથકમાં પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.


આ પણ વાંચો---     Anand : ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન

  • Follow us on: