બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના વાસડા બ્રિજ પાસે મોડી રાત્રે એક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે ટ્રેલર અને એક ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. અકસ્માતમાં એક ડ્રાઇવર ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
ઇજાગ્રસ્તોને આબુરોડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા
મૃતક ડ્રાઇવરના મૃતદેહને NAHI ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક આબુરોડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.













