વડોદરા શહેરમાં ફરી એકવાર નશાની હાલતમાં કાર ચલાવીને અકસ્માત થવાનો બનાવ બહાર આવ્યો છે.


 નશામાં ધૂત કારચાલકે બેફામ ઝડપે કાર ચલાવી રિક્ષા ટક્કર મારી

ગોત્રી રોડ પર આવેલી ગોત્રી હોસ્પિટલ પાસે આજે નશામાં ધૂત કારચાલકે બેફામ ઝડપે કાર ચલાવી એક ઓટોરિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કાર પલટી ખાઈ ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.

ઓટોરિક્ષા ચાલક ઈજાગ્રસ્ત

અકસ્માતમાં ઓટોરિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

કારચાલક નશાની હાલતમાં મળ્યો

ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસ સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન કાર ડિવાઈડર સાથે અથડાયેલી હાલતમાં મળી આવી હતી અને કારચાલક ઈશાંત  નશાની હાલતમાં હોવાનું જોવા મળ્યું હતું

ગોત્રી પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે આરોપી નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો, જેના કારણે ગોત્રી પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આરોપી સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

વધુ તપાસ શરુ

ગોત્રી પોલીસે જણાવ્યું હતું કે, પ્રોહિબિશનનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

નશાની હાલતમાં બેફામ વાહન ચલાવવાના બનાવો વધતા જઈ રહ્યા છે

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં નશાની હાલતમાં બેફામ વાહન ચલાવવાના બનાવો વધતા જઈ રહ્યા છે, જેના કારણે અવારનવાર નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. પોલીસ દ્વારા આવા બનાવો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે.


આ પણ વાંચો-----     Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

  • Follow us on: