વડોદરા શહેરના મકરપુરા વિસ્તારના જશોદાનગરમાં યુવક અનુપ ગજાનંદ પટેલની હત્યાના કેસમાં આજે મકરપુરા પોલીસે 3 આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસ કાર્ય દરમિયાન આસપાસ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને ગુજરાત પોલીસ જિંદાબાદ, મકરપુરા પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા.
કાર પાર્કિંગ મુદ્દે અથડામણ
મળતી માહિતી અનુસાર, મૃતક અનુપ ગજાનંદ પટેલ (ઉંમર 40) પોતાની પત્ની સુનિતાબેન અને બાળકો સાથે મકરપુરામાં રહેતા હતા. 13 જાન્યુઆરીના રોજ અનુપ પોતાના ઘરમાં ઊપસ્થિત હતા, જ્યારે પડોશી રાહુલ યાદવ અને અન્ય એક વ્યક્તિએ કાર પાર્કિંગ મુદ્દે અથડામણ શરૂ કરી અને અનુપ પર ઘાતકી હુમલો કર્યો. હુમલામાં અનુપને માથાના અંદરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને હોસ્પિટલ લઈ જતાં મૃત્યુ થઇ ગયું.













