વડોદરા શહેરના ન્યૂ સમા રોડની નંદનવન સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિ નરેશ પટેલના ઘરમાં ઉત્તરાયણના દિવસે 18 લાખ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. કોઈ શંકા ન થાય તે માટે તસ્કરો ઈન-શર્ટ કરી એક્ઝિક્યુટિવ ડ્રેસમાં ઘરમાં પ્રવેશ્યા હતા.
ઉદ્યોગપતિ પરિવાર સાથે ઉદયપુર ફરવા ગયા હતા
તસ્કરો વહેલી સવારના સમયે ઘરમાં ઘૂસી ગયા હતા અને CCTV કેમેરામાં તેમની હિલચાલ કેદ થઈ ગઈ. ઉદ્યોગપતિ પરિવાર સાથે ઉદયપુર ફરવા ગયા હતા, ત્યારે તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડા લઈને ફરાર થઈ ગયા. ઘરમાં ચોરી થયેલ સામાનમાં 4 લાખ રોકડા, 4 કાંડા ઘડિયાળ અને 14 લાખના દાગીના સામેલ છે.
સમા પોલીસ ઘટનાસ્થળે પહોંચી
નરેશ પટેલના મિત્ર સંજય રાણાએ ચોરી જોઈને તરત ફોન કરીને આ અંગેની જાણ કરી. ઘટનાની જાણ થતા સમા પોલીસ ઘટનાસ્થળે પહોંચી, એફએસએલની મદદથી વધુ તપાસ શરૂ કરી છે.
સંબંધીના લગ્નના કારણે દાગીના ઘરમાં લાવ્યા હતા
નરેશ પટેલ સામાન્ય રીતે પોતાના ઘરના દાગીના બેંક લોકરમાં રાખતા છે, પરંતુ થોડા દિવસ પહેલાં સંબંધીના લગ્નના કારણે દાગીના ઘરમાં લાવવામાં આવ્યા હતા.
તસ્કરો બંધ મકાનને ટાર્ગેટ બનાવતા હોય છે.
પોલીસે જણાવ્યું કે દિવાળી અને ઉત્તરાયણ જેવા તહેવારોમાં લોકો ઘર બંધ કરીને જાય છે, ત્યારે તસ્કરો બંધ મકાનને ટાર્ગેટ બનાવતા હોય છે.
આ પણ વાંચો---- Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર