વડોદરા–હાલોલ રોડ પર રેલીસ હોટલ નજીક ઈકો કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં એક બાળકી સહિત બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઈકો કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર
મળતી માહિતી મુજબ, ઈકો કારમાં બેઠેલો પરિવાર હાલોલ તરફથી વડોદરા જઈ રહ્યો હતો કારમાં માતા, પિતા અને તેમની પુત્રી મુસાફરી કરી રહ્યા હતા. રેલીસ હોટલ નજીક રોડ ક્રોસ કરતી વખતે અચાનક ઈકો કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી.













