બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં જંગલી પ્રાણીઓના શિકારનો એક બનાવ સામે આવ્યો છે. દાંતાના વેકરી બીટના સેકડા જંગલ વિસ્તારમાંથી વન વિભાગે એક શિકારીને મૃત શિયાળ સાથે ઝડપી પાડ્યો છે. વન વિભાગની ટીમ દ્વારા આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન શંકાસ્પદ જણાતા એક શખ્સને રોકીને તપાસ કરવામાં આવી હતી.


શિકારીએ શિયાળનો શિકાર કર્યો હોવાનો ખુલાસો

આ તપાસમાં ખુલાસો થયો કે આ શખ્સે શિયાળનો શિકાર કર્યો હતો. ઝડપાયેલો શિકારી સાબરકાંઠાના વડાલી ગામનો રહેવાસી પરદેશ બાબુનાથ ભાટી હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગે પરદેશ ભાટીની ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેથી જંગલી જીવોના શિકારની પ્રવૃત્તિ અટકાવી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: