ગુજરાતી સિંગર કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક અશોક ચૌધરી સાથે ભાગીને પ્રેમ લગ્ન કરતાં જ સામાજિક મામલો વિવાદમાં આવ્યો હતો. રબારી સમાજે આ બાબતે સખત વિરોધ કરતાં જ ચૌધરી સમાજે કિંજલ રબારીને તેના સમાજને પરત સોંપી હતી અને બાદમાં પોતાના સમાજની દીકરી જે રબારી સમાજનો યુવક ભગાડી ગયો છે તેને પરત મેળવવા માટે મોટું સંમેલન બોલાવ્યું છે. આ ઉપરાંત ખેડામાં પલક પટેલના રબારી યુવક સાથેના લગ્ન મુદ્દે પણ પાટીદાર સમાજ મેદાનમાં ઉતર્યો છે. આ બાબતે હવે ખુદ કિંજલ રબારીએ મોટું નિવેદન આપ્યું છે.


હું મારા પરિવાર સાથે રહેવા માગુ છું: કિંજલ રબારી

ચૌધરી સમાજના યુવક સાથે લગ્નનો વિવાદ વધ્યા બાદ ઘરે પરત ફરેલી સિંગર કિંજલ રબારીનું નિવેદન સામે આવ્યું છે. ઘરવાપસી બાદ કિંજલ રબારીએ કહ્યું હતું કે, મેં જે પગલું ભર્યું હતું તે ભૂલીને હું મારા ઘરે પરત આવી ગઈ છું. હવે રાજીખુશીથી હું મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. મારા સમાજ અને મારા ચાહકોને કહેવા માગુ છું કે, મારા નામથી ફેલાઈ રહેલી અફવાઓમાં આવતા નહીં. લોકો કોઈ પણ પ્રકારની વાતો કરી રહ્યાં છે તેને સાચી માનવી નહીં. હવેથી હું મારા પરિવાર સાથે ખુશી રહેવા માગુ છું.

કોઈપણ સમાજની દીકરી ભાગીને પ્રેમ લગ્ન ના કરે

રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીએ કહ્યું હતું કે, કોઈપણ સમાજની દીકરી ભાગીને પ્રેમ લગ્ન ના કરે. ભારતીય સંસ્કૃતિ મુજબ દીકરીઓ વર્તન કરે. દીકરીઓ બાબતે સમાજે બહાર આવવુ પડે તેવું ના કરો.રબારી સમાજનો દીકરો પાટીદારની દીકરીને લઈ ગયો હશે તો અમે ચલાવી લેવાના નથી પરત આપીશું. કિંજલ રબારીની ઘરવાપસી બાદ હવે ખેડામાં પલક પટેલના માતા પિતાએ ન્યાયની ગુહાર લગાવી છે.


આ પણ વાંચોઃ Sabarkantha News : હિંમતનગરના કઠવાડિયા ગામમાં ખેતરના રસ્તાને લઇ કૌટુંબિક ઝઘડો લોહિયાળ બન્યો, એક વ્યક્તિનું મોત


  • Follow us on: