ઉત્તર ગુજરાતમાં નવા બનેલા વાવ થરાદની કેનાલની ઓવરફ્લો લાઈન બંધ હોવાથી પાણી ખેતરોમાં ફરી વળ્યાં છે. જેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. આ અંગે ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં નહીં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કેનાલની માલસણ બ્રાન્ચમાં ઓવરફ્લો લાઈન બંધ હોવાથી પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો નથી અને પરિણામે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે.


લાઈન બંધ હોવાથી ખેતરમાં પાણી ફરી વળ્યા

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના વાવડી ગામ નજીક આવેલી વાવડી માઈનોર કેનાલમાં ઓવરફ્લો લાઈન બંધ થઈ જતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે.વાવડી ગામની સીમમાં અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા ઘઉં અને જુવાર જેવા પાકને નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પાક કાપણીનો સમય નજીક આવી રહ્યો હોય ત્યારે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.

વારંવાર રજૂઆત છતાં કોઈ કામગીરી નહી

ખેડૂતોના જણાવ્યા અનુસાર આ સમસ્યા છેલ્લા એક વર્ષથી ચાલુ છે અને તેઓ દ્વારા અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.છતાં પણ આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સમયસર ઓવરફ્લો લાઈન સાફ કે ચાલુ કરવામાં આવી હોત તો ખેડૂતોના પાકને થયેલ નુકસાન ટાળી શકાય તેમ હતું. હાલ ખેડૂતો તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવા તેમજ કેનાલની ઓવરફ્લો લાઈન ખોલીને પાણીનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે.પાકને થયેલા નુકસાન બદલ સહાયની માંગ પણ ઉઠી રહી છે.

આ પણ વાંચોઃ Surat News : ગુજરાત હાઈકોર્ટની સુરત પોલીસ સામે લાલ આંખ, ઠગાઈ અને એટ્રોસિટી એકટના ગુનામાં આરોપીની ધરપકડ વિના ચાર્જશીટ ફાઈલ કરાઈ



  • Follow us on: