બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ ગ્રાહકોની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થયો છે. ટેક્નોલોજીના નામે લગાવવામાં આવેલા આ મીટરો હવે લોકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બિલ ભર્યું હોવા છતાં વીજળી કપાઈ
અમીરગઢના રહીશોનો આક્ષેપ છે કે, તેઓએ નિયત સમયે વીજ બિલ ભરી દીધું હોવા છતાં, ઓનલાઇન સિસ્ટમમાં ખામીને કારણે સ્માર્ટ મીટરે આપોઆપ વીજ પુરવઠો કાપી નાખ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વીજળી ગુલ થઈ જતાં લોકોનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. ગ્રાહકોના જણાવ્યા મુજબ, સ્માર્ટ મીટરની ઓનલાઇન સિસ્ટમ અપડેટ ન થવાને કારણે પ્રામાણિક ગ્રાહકોએ પણ અંધારામાં રહેવાનો વારો આવ્યો છે.













