ભચાઉ તાલુકાના કકરવા ગામમાં આવેલા ઘાસચારા ના ગોડાઉનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગ લાગ્યાને 13 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી.
ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી
પ્રાપ્ત માહિતી મુજબ, ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે, ગોડાઉનમાં સંગ્રહિત લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ થયો છે.













