દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલા ઐતિહાસિક ઘૂમલી ગામમાં આજે આગનો બનાવ બન્યો છે. ઘૂમલી ગામતળ વિસ્તારમાં આવેલા એક પ્લોટની જાળીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પ્લોટની ફરતે લાગેલી વાડ અને જાળીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ફોરેસ્ટ વિભાગની સતર્કતાથી મોટી હોનારત ટળી
આગ લાગી ત્યારે નજીકમાં હાજર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓની નજર પડતા તેમણે તાત્કાલિક ભાણવડ ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલા ફાયર ફાઇટરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો.













