ઓખા નગરપાલિકાની ધોર બેદરકારીના કારણે નિર્દોષ યુવકનું મોત થતાં તંત્ર સામે લોકોનો ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.


યુવક ગટરમાં ખાબક્યો

બનાવની માહિતી પ્રમાણે ગત તારીખ 25 ફેબ્રુઆરી ના રોજ સવારે અનિલ માણેક પોતાની બુલેટ મોટરસાયકલ પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ગટરનું મેઈન હોલ ખુલ્લું હોવાથી અનિલભાઈ સીધા ગટરમાં ખાબક્યા હતા.

યુવક છ દિવસથી કોમામાં હતો

અકસ્માતમાં અનિલને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે છેલ્લા છ દિવસથી કોમામાં હતો

ભયસૂચક બોર્ડ કે આડશ પણ મુકી ન હતી

ચોંકાવનારી વાત તો એ છે કે ખુલ્લી ગટર પાસે પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના ભયસૂચક બોર્ડ કે આડશ મૂકવામાં આવી ન હતી.

તંત્રની ઘોર લાપરવાહી

પરિણામે ઓખા નગરપાલિકા વિસ્તારમાં તંત્રની ઘોર લાપરવાહીના કારણે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને નિર્દોષ નાગરિક મોતને ભેટ્યો હતો.

મીઠાપુર પોલીસ મથકે લેખિત ફરીયાદ

આ મામલે વેપારીએ મીઠાપુર પોલીસ મથકે લેખિત ફરીયાદ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. કારણ કે ખુલ્લા ગટરના લીધે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

અધિકારીઓ અને સંબંધિત કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવા માગ

આ મામલે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને સંબંધિત કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવા માગ કરાઇ છે.


આ પણ વાંચો----     Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો


  • Follow us on: