ભરૂચમાં મહિલા PSIને લાફો મારનાર ઝડપાયો છે. પોલીસે આરોપી દર્શીત ગઢવીની ધરપકડ કરી છે.


 મહિલા પી.એસ.આઈ.ને તમાચો મારી દેવાનો બનાવ

ભરૂચમાં પોલીસ ભરતી દરમિયાન ઉમેદવારે મહિલા પી.એસ.આઈ.ને તમાચો મારી દેવાનો બનાવ બન્યો હતો જે મામલે પોલીસે ગુનો નોંધીને આરોપી દર્શીત ગઢવીની ધરપકડ કરી હતી

બેફામ બોલતા અટકાવતા લાફો માર્યો હતો

ગ્રાઉન્ડ પર દોડ પુરી થયા બાદ ઉમેદવાર દર્શીત ગઢવીને બેફામ બોલતા અટકાવતા મહિલા પી.એસ.આઈ.ઇલા ચાંદ્રા પર હુમલો કર્યો હતો અને મહિલા પી.એસ.આઈ.ને તમાચો મારી નીચે પાડી દીધા હતા

પી.એસ.આઈ.એ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

બનાવ અંગે મહિલા પી.એસ.આઈ.એ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો.


આ પણ વાંચો----     Ahmedabad: ધર્મના નામે ધતિંગ, મહિલા સાથે રંગેરેલીયા મનાવતા પકડાયાનો આક્ષેપ થયા બાદ સ્વામી રામકૃષ્ણદાસને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢાયા


  • Follow us on: