ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂબંધીના કાયદાનું કડક અમલ કરાવીને ફરી એકવાર મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા કાનવા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. 


વિદેશી દારૂની કુલ 575 બોટલો મળી આવી 

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ બાતમીના આધારે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 575 બોટલો મળી આવી હતી. આ જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાની બજાર કિંમત આશરે 168975 આંકવામાં આવી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશનનો આ કેસ શોધી કાઢીને, દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીના કારણે જિલ્લામાં દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાના પોલીસના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે.


આ પણ વાંચો - Navsari News: મહિલા સ્વરોજગાર મેળાનું સફળ આયોજન, 300 મહિલાઓએ લીધો ભાગ


  • Follow us on: