સુરત શહેરની અડાજણ પોલીસે દારૂબંધી (પ્રોહિબિશન) ભંગનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢીને મોટી સફળતા મેળવી છે. પોલીસે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ કરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપી ધર્મેશ મોરકરની ધરપકડ કરી છે.


પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો કર્યો જપ્ત 

આરોપી પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા દારૂના જથ્થાની કિંમત આશરે રૂપિયા 1,28,400/- આંકવામાં આવી છે. પોલીસે દારૂ અને અન્ય મુદ્દામાલ કબજે કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: