સુરત શહેરમાં લાંબા સમયથી પોલીસને થાપ આપીને ફરાર રહેલા હત્યાના ગુનાના એક વોરંટીડ આરોપીને આખરે ઝડપી લેવામાં આવ્યો છે. સુરત શહેરની ભેસ્તાન પોલીસ દ્વારા આ કાર્યવાહી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.
ઘણા મહિનાઓથી નાસતો ફરતો હતો આરોપી
મળતી માહીતી અનુસાર, સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલો આરોપી મેહફૂજ ઉર્ફે ભાઉ ગુલામ મોહમ્મદ શેખ છેલ્લા ઘણા મહિનાઓથી નાસતો ફરતો હતો. તેની વિરુદ્ધ BNSS કલમ-72 મુજબ વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, ભેસ્તાન પોલીસની ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ વોરંટીડ આરોપીને ઝડપી લીધો છે. કુખ્યાત આરોપી 'ભાઉ'ની ધરપકડથી પોલીસને સચિન વિસ્તારના હત્યાના ગુનાની તપાસમાં વધુ વેગ મળશે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













