સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ત્રિભોવન નગર સોસાયટીમાં એક બંધ મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ ઘટનાને કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કતારગામ ફાયર સ્ટેશનની ચાર જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
આગ લાગવાનું કારણ અકબંધ
ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, મકાન બંધ હોવાથી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે અને તે જાણવા માટે ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.













