ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખેતરમાં કામ અર્થે ટ્રેક્ટર લઈને જઈ રહેલા એક આશાસ્પદ યુવાનનું ટ્રેક્ટર પલટી મારી જતાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે કાવી ગામ સહિત પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. કાવી ગામનો રહેવાસી ચોક્સી ઈરફાન યુસુફ નામનો યુવાન પોતાનું ટ્રેક્ટર લઈને ખેતરમાં જઈ રહ્યો હતો.
ખેતરમાં ટ્રેક્ટર લઇને જતા ટ્રેક્ટર પલટી ખાઇ ગયું
આ દરમિયાન અચાનક કોઈ કારણોસર ટ્રેક્ટર પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઈરફાન યુસુફ ટ્રેક્ટર નીચે દબાઈ ગયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.













