ભાવનગર શહેરના સત્યનારાયણ રોડ પર આવેલા અંજનિયા વિન્ગઝે ખાતે 8 ફેબ્રુઆરીના રોજ અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા એક વિશાળ નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની 35મી દીક્ષા જયંતીના પવિત્ર અવસરે યોજાયેલા આ કેમ્પમાં શહેરના 600થી વધુ નાગરિકોએ પોતાની આરોગ્ય તપાસ કરાવી નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન મેળવ્યું હતું. આ કેમ્પમાં આંખ, ચામડી, સ્ત્રીરોગ, હાડકાં, દાંત અને મનોચિકિત્સા જેવા વિવિધ વિભાગોના નિષ્ણાત ડોક્ટરોએ પોતાની માનદ સેવાઓ આપી હતી. અર્હમ ડાયગનોસ્ટિક સેન્ટરના ડૉ. મૌલિક શાહ સહિતના જાણીતા તબીબોએ દર્દીઓને તપાસી જરૂરી સલાહ આપી હતી.


તબીબોનો સેવા યજ્ઞ

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અર્હમ યુવા સેવા ગ્રુપના સમીરભાઈ, જૈનમભાઈ અને રિંકુદીદી સહિતની વિશાળ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. કેમ્પ દરમિયાન ડૉ. અશેષ મહેતા, ડૉ. સંદીપ લાઠીયા, ડૉ. પૂજા લાઠીયા અને અન્ય તબીબોએ દર્દીઓને વિનામૂલ્યે તપાસી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રિંકુદીદીએ જણાવ્યું હતું કે, ગુરુદેવની પ્રેરણાથી આયોજિત આ કેમ્પનો હેતુ છેવાડાના માનવી સુધી ઉત્તમ તબીબી સુવિધાઓ પહોંચાડવાનો હતો. આયોજકો દ્વારા દર્દીઓ માટે કરવામાં આવેલી સુવ્યવસ્થિત વ્યવસ્થાની સ્થાનિકોએ મુક્ત મને પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો : Kutch News : કોઠારામાં આર્મી જેવી જીપ્સી રાખવા બદલ પોલીસની કડક કાર્યવાહી, હનીફ બાવા વોન્ટેડ જાહેર

  • Follow us on: