ભાવનગરમાં પત્ની અને સંતાનોની હત્યાના આરોપી ACF શૈલેષ ખાંભલાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા શૈલેષ ખાંભલા ના નાર્કો ટેસ્ટની માગ કરાઈ હતી. જે મુદ્દે કોર્ટ પાસે વિચારવા માટે સમય માંગ્યો હતો અને ત્યારબાદ આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. સમય પૂરો થતાં શૈલેષ ખાંભલા ફરી એક વખત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.
શૈલેષ ખાંભલાએ જજ સમક્ષ નાર્કો ટેસ્ટ કરાવવાનો ઇન્કાર કર્યો
આરોપી શૈલેષ ખાંભલાએ જજ સમક્ષ નાર્કો ટેસ્ટ કરાવવાનો ઇન્કાર કર્યો હતો અને પછી રડવા લાગ્યો હતો. આટલું હિચકારી કૃત્ય કર્યા બાદ તે કોર્ટ સંકુલમાં જાણે કે મગરના આંસુ સારી રહ્યો હોય તેમ લાગતું હતું.













