આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં કુલ 23 કરોડ અને 70 લાખ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. કમિટીના અધ્યક્ષસ્થાનેથી કુલ 24 એજન્ડાને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આ વિકાસના કાર્યો થવાથી ભાવનગરવાસીઓની સુવિધામાં વધારો થશે અને તેમનું જીવનધોરણ સુધરશે.


કયા મુખ્ય કાર્યોને મળી મંજૂરી?

વર્ષ 2019માં મનપામાં ભળેલા અધેવાડા વિસ્તારની સોસાયટીઓ માટે 9 કરોડ 48 લાખ રૂપિયાના ખર્ચે પાણીનું નવું નેટવર્ક પાથરવામાં આવશે. અધેવાડાની કુલ 45 સોસાયટીઓમાં પીવાના પાણી અને ડ્રેનેજ સહિતના વિકાસના કામો હાથ ધરવામાં આવશે, જે સ્થાનિક રહેવાસીઓ માટે મોટી રાહતરૂપ સાબિત થશે.

રિ-ટેન્ડર કરવાની સૂચનાઓ આપવામાં આવી

નવાપરા વિસ્તારમાં 6 કરોડ 73 લાખ રૂપિયાના ખર્ચે અને ઇન્દિરાનગર-ચિત્રા-ફુલસર વિસ્તારમાં 6 કરોડ 61 લાખ રૂપિયાના ખર્ચે બનનાર સંપ અને ESRના હાલના ટેન્ડરોને રી-ટેન્ડર કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ નિર્ણયો ભાવનગર શહેરના પછાત અને નવા ભળેલા વિસ્તારોમાં પાયાની સુવિધાઓને મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.


આ પણ વાંચો - Banaskantha News: નર્મદા કેનાલમાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો, બે દિવસ અગાઉ ગુમ થયા હતા મૃતક



  • Follow us on: