ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા વેળાવદર ગામે ખેતરના રસ્તાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ મામલે ખેડૂતોએ જિલ્લા પોલીસ વડા (SP) સમક્ષ રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે રાજાશાહી સમયનો આ રસ્તો હોવા છતાં, ખેતરના માલિકે મનમાની કરીને રસ્તો રોકી દીધો છે અને ત્યાં દરવાજો બનાવી નાખ્યો છે. આ રસ્તા પરથી પસાર થતા ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી ધાક-ધમકીઓ આપવામાં આવી રહી છે.


રસ્તા પરથી પસાર થતા ખેડૂતોને ધમકીના આક્ષેપ

વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે લગભગ એક વર્ષ પહેલાં મામલતદાર અને કલેક્ટર દ્વારા આ રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં પરિસ્થિતિ યથાવત્ છે. જ્યારે ખેડૂતો રસ્તા પર પ્રવેશવાનો પ્રયાસ કરે છે, ત્યારે દબાણકર્તાઓ મહિલાઓને આગળ ધરીને તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરે છે અને અપશબ્દો બોલે છે. ખેડૂતોએ આ ધમકીઓ અને દબાણથી મુક્તિ મેળવવા માટે પોલીસ વડાને રજૂઆત કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: