ભાવનગર શહેરમાં કપ સીરપનું બિન અધિકૃત રીતે વેચાણ થઈ રહ્યું હોવાના મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર રીતે કફ સિરપનું વેચાણ કરવાના મામલે પોલીસે પોતાની કાર્યવાહી તેજ કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા આ નેટવર્ક પર સકંજો કસવામાં આવ્યો છે અને વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
બે મુખ્ય આરોપીઓ હર્ષ ચૌહાણ અને તુષાર દિહોરાને ઝડપી લીધા
SOG પોલીસે બુધેલ મામસા પાસે આવેલી પીંકલ ફાર્મસીના માલિક યસ ડાભીની ધરપકડ કરી છે. યસ ડાભી બિન-અધિકૃત રીતે કફ સિરપનું વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર મામલાની શરૂઆત ત્રણ દિવસ અગાઉ થઈ હતી, જ્યારે SOG પોલીસ દ્વારા રેડ કરીને કફ સિરપની કુલ 30 નંગ બિન-અધિકૃત બોટલો જપ્ત કરી હતી. તે સમયે પોલીસે સ્થળ પરથી બે મુખ્ય આરોપીઓ હર્ષ ચૌહાણ અને તુષાર દિહોરાને ઝડપી લીધા હતા.













