ભાવનગર શહેરમાં એક રહેણાંક મકાનમાં આગ લાગવાના કારણે અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ દ્વારા તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે, આગમાં ઘર વખરી સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી.
અફરાતફરીનો માહોલ સર્જાયો
ઘટનાની મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરમાં એક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હોવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભાવનગર શહેરના બોરડીગેટ વિસ્તારમાં મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. બોરડીગેટ વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી સોસાયટીના રહેણાંકી મકાનમાં આ આગ લાગવાની ઘટનાને કારણે અફરાતફરી સર્જાઈ હતી.













