ભાવનગરના બોરતળાવ રોડ પર આવેલી જાણીતી પંડ્યા ડેરી ફાર્મમાં ગ્રાહક દ્વારા ખરીદવામાં આવેલી મીઠાઈમાંથી જીવાત નીકળતાં ભારે હોબાળો મચી ગયો હતો. મીઠાઈ ખરીદનાર ગ્રાહકે આ અંગે દુકાનદારને રજૂઆત કરી હતી અને જીવાતવાળી મીઠાઈ બતાવી હતી. જોકે આ મુદ્દે ડેરી ફાર્મ પર હોબાળો થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
હોબાળો થતા મોટી સંખ્યામાં લોકો થયા એકઠા
ગ્રાહકે ફૂડ સેફ્ટીના ગંભીર ભંગ બદલ વેપારી સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાથી ડેરી ફાર્મની ગુણવત્તા અને સ્વચ્છતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. વેપારીની લાપરવાહીના કારણે ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમ પહોંચી શકે છે. સ્થાનિકોની માંગ છે કે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક આ ડેરી ફાર્મમાં ચેકિંગ હાથ ધરવામાં આવે અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાય તે માટે કડક પગલાં લેવામાં આવે.













