ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ પર રહેલી પોલીસ ટીમ પર હુમલો કરવાની શરમજનક ઘટના સામે આવી હતી. જેસરના ચીરોડા ગામે પોલીસ પર હુમલો કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને ત્યાર બાદ તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.


ચીરોડા ગામે પોલીસની ટીમ પર હુમલા કર્યો હતો

જેસર તાલુકાના ચીરોડા ગામે કોઈ કારણોસર પોલીસની ટીમ તપાસ અથવા પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન કુલદીપસિંહ સરવૈયા નામના શખ્સે પોલીસ ટીમ સાથે ઘર્ષણ કરી અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇમરજન્સી સેવા 112 ના વાહન પર તૈનાત ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સરકારી કર્મચારી પર હુમલો કરી ફરજમાં રુકાવટ ઊભી કરતા આ મામલાને પોલીસે અત્યંત ગંભીરતાથી લીધો હતો.

પોલીસે આરોપી કુલદીપસિંહ સરવૈયાને જેલ હવાલે કર્યો

ઘટના બાદ તરત જ પોલીસ હરકતમાં આવી હતી અને હુમલાખોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આરોપી કુલદીપસિંહ સરવૈયાને દબોચી લીધો હતો. કાયદેસરની પૂછપરછ અને ધરપકડની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ પર થયેલા આ હુમલાના પગલે સ્થાનિક પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભાવનગર પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદો હાથમાં લેનાર અને ખાખી પર હાથ ઉપાડનાર કોઈપણ તત્વને છોડવામાં આવશે નહીં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: