આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટ્રાન્સપોર્ટ વાહનો (થ્રી-વ્હીલર સિવાયના વાહનો) માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ “GJ-04-AX 0001 થી 9999”, હળવા મોટર વાહન (ફોર વ્હીલર- PVT.LMV CAR) માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ “ GJ-04-FA 0001 થી 9999” , દ્રીચક્રી મોટર વાહન (TWO Wheeler – Pvt. Motor Cycle and Scooter) માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-FD 0001 થી 9999" ના બાકી બચેલા સિલ્વર અને ગોલ્ડ સિરીજના નંબરોનું ઈ-ઓક્શન હાથ ધરવામાં આવશે. જેમાં તા.૧૯/૦૨/૨૦૨૬ થી તા.૨૧/૦૨/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૨૧/૦૨/૨૦૨૬ થી તા.૨૩/૦૨/૨૦૨૬ (04:00 PM) સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે.
ઓનલાઇન રી-ઓકશન કરવાની શરતો અને પ્રક્રિયા
ઓનલાઈન ઓકશનમાં ભાગ લેનારા અરજદારે મુખ્ય કામગીરી નીચે મુજબ કરવાની રહેશે. આ માટેની વિગતવાર સૂચનાઓ વાહન ખરીદીના ૭ (સાત) દિવસમાં ઓનલાઈન CNA ફોર્મ ભરવાનું રહેશે. હરાજીમાં સફળ અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાનાં ૫ (પાંચ) દિવસમાં નાણાં જમા કરવાના રહેશે. અરજદાર જો આ નિયત સમયમાં નાણાં ચૂકવામાં નિષ્ફળ જશે તો મુળ ભરેલ રકમ (Base Price)ને જપ્ત કરવામાં આવશે અને તે નંબરની ફરીવાર હરાજી કરવામાં આવશે. ઓનલાઈન ઓકશન પ્રકિયા દરમ્યાન ચૂકવાણા વખતે આર. બી. આઈ. દ્વારા નક્કી કરેલ દર ચુકવાનાં રહેશે.












