ભાવનગર જિલ્લામા બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ભારે માત્રામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપાયો છે. એસએમસીના દરોડાથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
ખાંભડા ગામે ચાલુ કટીંગ દરમ્યાન SMC ત્રાટકી
બરવાળાના ખાંભડા ગામે ચાલુ કટીંગ દરમ્યાન SMCત્રાટકી હતી. જો કે પોલીસને જોઇને બુટલેગરોમાં નાસભાગ મચી ગઇ હતી અને આરોપીઓ ફરાર થઇ ગયા હતા













