ભાવનગર જિલ્લામાંથી આગ લાગવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં વકીલની ઓફિસમાં ભીષણ આગ લાગી હતી. આ વકીલની ઓફિસ બુધેશ્વર શોપિંગમાં આવેલી છે. જેમાં આગ લાગવાને કારણે અફરાતફરી સર્જાઈ હતી. આગ લાગવાની ઘટનામાં તમામ વકીલના ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા છે.


આગમાં લાગવાના કારણે તમામ વકીલના ડોક્યુમેન્ટ બળીને ખાખ

આગ લાગવાની ઘટનાની જાણ થતા જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ અનુસાર, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. વલ્લભીપુર બુધેશ્વર શોપિંગમાં એડવોકેટ વલ્લભ જાદવની ઓફિસમાં આગમાં લાગવાના કારણે તમામ વકીલના ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા છે. શોપિંગ સેન્ટરમાં આગ લાગતા લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.


આ પણ વાંચો - Bhavnagar News : બગદાણા કેસમાં ગરમાયું રાજકારણ, વિવાદમાં ભાજપ-ઠાકોર સેનાના આગેવાનો જોડાયા


  • Follow us on: