ભાવનગર શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મનોદિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મનો મામલો નોંધાયો છે. મનોદિવ્યાંગ યુવતીના ઘરે ઉપર ભાડે રહેતા શખ્સે દુષ્કર્મ કરેલું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.


માતાની ગેરહાજરીમાં શખ્સ ઘરમાં ઘૂસ્યો

મળેલી માહિતી મુજબ માતાની ગેરહાજરીમાં શખ્સ ઘરમાં ઘૂસ્યો અને યુવતી સાથે દુષ્કર્મ કર્યુ. ઘટનાના સમયે યુવતી એકલી હતી કારણ કે માતા મજૂરી માટે બહાર ગયા હતા.

બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ

દુષ્કર્મ બાદ ગભરાઇ ગયેલી યુવતીએ ઘટના પોતાની માતાને જાણ કરી, જેના પર બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ.

પોલીસે ઘટનાની ગંભીરતા સાથે તપાસ હાથ ધરી

બોરતળાવ પોલીસે ઘટનાની ગંભીરતા સાથે તપાસ હાથ ધરી છે અને શખ્સને ઝડપવા માટે સક્રિય પ્રયાસો ચાલુ છે. શહેરમાં આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો છે.


આ પણ વાંચો-----    Ahmedabad : ગાંધીઆશ્રમનું પુનઃનિર્માણ, 1200 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય સ્મારક બનશે, સાદગી-અધિકૃત સ્થાપત્યોને જાળવીને જીર્ણોદ્ધાર કરાશે

  • Follow us on: