કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભુજની મુલાકાતે આવ્યા છે. ભુજ એરપોર્ટ પર તેમનું આગમન થતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો અને સાંસદે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ અહીં બોર્ડર સિક્યોરિટી ફોર્સના સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
DyCM હર્ષ સંઘવી સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત
અમિત શાહની આ મુલાકાત સુરક્ષા અને સરહદી વિકાસના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભુજ એરપોર્ટ પર તેમના સ્વાગત માટે ભાજપના અન્ય નેતાઓ અને વહીવટી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.













