કચ્છના ભુજ તાલુકાના ઢોરી ગામે એક યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતા. જેના પરથી સ્પષ્ટ થાય છે કે તેને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. આ હત્યાનો મામલો વધુ ગંભીર બન્યો ત્યારે જ્યારે હત્યા કર્યા બાદ આરોપી પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.


હત્યા બાદ આરોપી પોલીસ સ્ટેશનમાં થયો હાજર

પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે આ હત્યા પાછળનું કારણ પ્રેમ સંબંધ છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.કે. જનરલ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે હાજર થયેલા આરોપીને ઝડપી પાડીને તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને પૂછપરછ હાથ ધરી છે. જેથી હત્યાનું ચોક્કસ કારણ અને ઘટનાની વિગતો જાણી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: