કચ્છના પાટનગર ભુજ શહેરના આજે 478 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભુજના સ્થાપના દિવસ નિમિતે દરબારગઢ ખાતે ખીલી પૂજન યોજાયું હતું, જેમાં પાલિકાના ઉપ પ્રમુખ તેમજ રાજવી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
સવંત 1605 માં કચ્છના મહારાવ ખેંગારજી પહેલા એ દરબાર ગઢમાં ખીલી ખોડી ભુજ શહેરની સ્થાપના કરી
કચ્છના પાટનગર ભુજના આજે 478 સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી. સવંત 1605 માં કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ દરબાર ગઢમાં ખીલી ખોડી ભુજ શહેરની સ્થાપના કરી હતી. સ્થાપના દિવસની ઉજવણી અને ખીલીપૂજન પરંપરા આજે યથાવત જોવા મળી રહી છે. રાજાશાહી સમયમાં કચ્છના મહારાજાના હસ્તે ખીલીપૂજનવિધિ કરવામાં આવતી હતી. આજે આ પરંપરા ભુજ નગરપાલિકા આગળ ધપાવી રહી છે. આજે ભુજ પાલિકાના ઉપ પ્રમુખ ઘનશ્યામ ઠક્કરના હસ્તે ખુલી પૂજન કરવામાં આવ્યું હતું.
ભુજે 2001 ભૂકંપ બાદ વિકાસની હરણફાળ ફરી
ભુજની સ્થાપના લઈને અત્યારસુધીમાં ભુજ શહેરએ અનેક કુદરતી આપતીનો સામનો કર્યો છે .. ભુજ શહેર ભૂકંપ , અતિવૃષ્ટિ જેવી કુદરતી આફત સામનો કરી ચુક્યો છે. જેમાં 2001માં કચ્છના આવેલ વિનાશકારી ભૂંકપમાં ભુજમાં પણ મોટી ખુમારી થઈ હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું હવે ભુજ ક્યારેપણ બેઠું નહિ થાય. આજે ભુજે 2001 ભૂકંપ બાદ વિકાસની હરણફાળ ફરી છે . ભુજ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે .દરવર્ષે લાખોપ્રવાસીઓ કચ્છ મુલાકાતે આવી રહ્યા છે. ભુજ આવેલ એતિહાસિક આયનામહેલ ,પ્રાગમહેલ , સ્વામીનારાયણ મંદિર , હમીરસર તળાવ , છતરડી મ્યુઝીયમ સહિતના અનેક સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે .
રાજાશાહી સમયમાં ભુજ પર 18 જેટલા રાજવીઓએ રાજ કર્યું
રાજાશાહી સમયમાં ભુજ પર 18 જેટલા રાજવીઓએ રાજ કર્યું હતું જેમાં ભુજ શહેરની સ્થાપના કરનારા રાવખેંગારજીપહેલાથી લઈને મહારાવ મદનસિંહ સહિતના રાજવીઓએ ભુજ આવેલ દરબારગઢને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યુ હતું. રાજાશાહી સમયના ભુજ શહેર અને આજના સમયના ભુજ શહેર મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ભુજના દરબાર ગઢ ખાતે ભુજ શહેરના 478માં સ્થાપના દિવસ નિમિતે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી..
આ પણ વાંચો---- Kachchh News: કચ્છ યુનિવર્સિટી દ્વારા છઠ્ઠી વાર્ષિક આંતરરાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે 10 ટેકનિકલ સેશન્સ યોજાયા