પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર અને બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની સૂચનાના આધારે આડેસર પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે. પોલીસે રાપર તાલુકાના ભીમાસર ગામના વાડી વિસ્તારમાં રહેતા અરજણભાઈ દેવાભાઈ કોલી નામના ઇસમની ધરપકડ કરી છે. પોલીસે અરજણ કોલી પાસેથી 104.300 કિલોગ્રામ જેટલો માદક પદાર્થ ગાંજો જપ્ત કર્યો છે.
104 ગ્રામ ગાંજા સાથે અરજણ કોલીની ધરપકડ
જપ્ત કરાયેલા આ ગાંજાની બજાર કિંમત આશરે રૂ.52,15,000 આંકવામાં આવી છે. આડેસર પીઆઈ જે.એમ. વાળા અને તેમની ટીમે કલાકો સુધી આ કામગીરી ચાલુ રાખી હતી. આ સમગ્ર મામલે પોલીસે આરોપી અરજણભાઈ દેવાભાઈ કોલી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરી છે અને આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું તેમજ તેના નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.













