સામખિયાળી–માળીયા હાઇવે પર હિટ-એન્ડ-રનનો મામલો સામે આવ્યો છે, જેમાં અજાણ્યા વાહને એક રીક્ષાને અડફેટે લીધા અને તેમાં સવાર 4 વૃદ્ધ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
એક વૃદ્ધની હાલત ગંભીર
વિગતો પ્રમાણે, અકસ્માતમાં ઈજાગ્રસ્ત ચારમાંથી એકની હાલત ગંભીર હોવાને કારણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બાકી ત્રણ ઈજાગ્રસ્તોને પણ સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.













