Kutch News: કચ્છ જિલ્લામાં બે બાળકોના મૃતદેહો મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. કચ્છમાં તળાવમાં ડૂબી જવાના કારણે 2 બાળકોના મોત થવાના કારણે શોકનું મોજું ફરી વળ્યું છે. આ બાળકો ગઈકાલ બપોરથી ગુમ હતા. જે કારણે પરિવારના સભ્યો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યા હતા.
ગત રોજ બપોરના સમયથી ગુમ હતા બાળકો
ઘટનાની મળતી માહિતી અનુસાર, કચ્છ જિલ્લામાં આવેલા વાંઢીયા ગામની સીમ તળાવમાં બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ બાળકો ગત રોજ બપોરના સમયથી ગુમ હતા. જે કારણે તેમના પરિવારે તેમની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન તેમણે તળાવમાં તપાસ કરી તો ત્યાં આ બે બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા. મૃતક બાળકોમાં 14 વર્ષીય કમલેશ કોળી અને 13 વર્ષીય દલસુખ કોળીનો સમાવેશ થાય છે.













