કચ્છના દુર્ગમ ખડીર બેટ વિસ્તારમાંથી દોઢ માસ પહેલા ઝડપાયેલા પાકિસ્તાની પ્રેમી-પ્રેમિકાનો કેસ ફરી ચર્ચામાં છે. પ્રેમના કારણે પોતાના દેશ પાકિસ્તાનમાંથી ભાગીને ભારત સરહદ પાર કરનાર આ પ્રેમી યુગલને આજે ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.


પાસપોર્ટ નિયમના ભંગ બદલ બન્ને સામે ગુનો

બન્ને પાકિસ્તાની યુવક-યુવતી સામે પાસપોર્ટ અધિનિયમનો ભંગ કર્યા બદલ ગુનો નોંધાયો છે. કોર્ટમાં રજૂઆત બાદ ગાંધીધામ જેલમાં મોકલવાના આદેશ આપવામાં આવ્યા છે.

કોણ છે આ પ્રેમી પંખીડા?

યુવકનું નામ તોતો ઉર્ફે તારા રણમણ ચુડી અને યુવતીનું નામ મીના ઉર્ફે પૂજા કરસન ચુડી છે અને બન્ને પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઈસ્લામકોટ તાલુકાના લસરી ગામના રહેવાસી છે. પરિવાર તરફથી લગ્નનો વિરોધ થતાં 4 ઓક્ટોબરની રાત્રે ઘરેથી ભાગ્યા

સરહદ પાર કરવાની સફર

પ્રેમી યુગલે કોઈ દસ્તાવેજ વગર રાત્રિના અંધકારનો લાભ લઇ કાંટાળી તારની નીચે થી ભારતની સરહદમાં ઘુસી આવ્યા હતા ત્રીજા દિવસે ખડીર બેટની 800 મીટર પહાડી પાર કરી રતનપર ગામની સીમમાં પહોંચ્યા હતા. ભૂખ્યા હાલતમાં લાકડા કાપતા મજૂરોના ખાટલા પર સુઈ ગયેલા ત્યારે ગ્રામજનોના હાથ ચડયા પછી ગ્રામજનો દ્વારા બન્નેને ખડીર પોલીસને સોંપવામાં આવ્યા હતા.

યુગલે શરૂઆતમાં પોતે સગીર વયના હોવાનો દાવો કર્યો

આરોપી યુગલે શરૂઆતમાં પોતે સગીર વયના હોવાનો દાવો કર્યો હતો. પરંતુ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ બાદ જાણવા મળ્યું કે યુવક તોતોની ઉંમર લગભગ 20 વર્ષ અને યુવતી મીના ની ઉંમર 18 થી 20 વર્ષ છે. તેના આધારે પોલીસએ પુખ્તવયનો કેસ માની કાર્યવાહી આગળ વધારી.

કોર્ટના આદેશ બાદ જેલ હવાલે

બન્ને આરોપીઓને આજે ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ બાદ પ્રેમી-પ્રેમિકા બંનેને જેલમાં મોકલવામાં આવ્યા છે.



 આ પણ વાંચો-----Kutchના રાપરમાં ખાતર મેળવવા માટે ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર

  • Follow us on: